Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

તહેવારોમાં ભાણવડ પંથકમાં અજગરો-મગરમચ્છની પણ લટાર

ભાણવડઃ પંથકના ઝારેરા ગામે નાથાભાઈ સગરની વાડીએ વાવમાં આવી ચડેલા મહાકાય મગરમચ્છને બે કલાકની જહેમત બાદ ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપના હુસેનભાઈ ભટ્ટી અને કાસમભાઈએ પકડી બરડા ડુંગરમાં આવેલ રાણાસર ડેમમાં છોડી મુકયો હતો. જ્યારે કબરકા ગામે રેવન્યુ વિસ્તારમાંથી ૧૨ ફુટ લાંબો તેમજ રાણા રોજીવાડા વાડી વિસ્તારમાંથી વધુ એક અજગરને પકડી રાણાસર જંગલ વિસ્તારમાં છોડી મુકેલ હતો (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

(11:30 am IST)