Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

સાવરકુંડલામાં આરઝૂ લારીની ગુલ્ફી ખાધા બાદ ૬૧ બાળકોને ઝાડા-ઉલ્ટીની અસર

જો કે સવારે તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ

સાવરકુંડલા તા. ૩૧ :.. ગઇકાલે સાંજના સમયે મોમાઇ પરા વિસ્તારમાં લારીમાં બનતી ગુલ્ફી ખાધા બાદ એકસઠ જેટલા બાળકોને ફુડ પોઇઝીંગની અસર થતા તમામને સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ તેમાંથી ૧પ બાળકોને વધુ અસર હોય અમરેલી ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતાં.

એક સાથે ઝાડા-ઉલ્ટીના કેસો આવતા સાવરકુંડલા સરકારી હોસ્પીટલના સ્ટાફની સાથે લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરનાં ડોકટરો ખાનગી ડોકટરો, પી. એચ. સી., સી. એચ.-સી સેન્ટરના ડોકટરો પણ આવી પહોંચ્યા હતાં. બનાવની જાણ થતા યુવા નગરપતિ વિપુલભાઇ ઉનાવા કાર્યકર મિત્રો સાથે અસર ગ્રસ્તોની વહારે દોડી ગયા હતાં.

ઝાડા-ઉલ્ટીના આ બનાવમાં મોડી રાત્રે મોમાઇપરામાં રહેતા ઋત્વીક રમેશભાઇ મારૃં ઉ.વ.૧પ નામના બાળકો આરજૂ ગુલ્ફીવાળા સામે પોલીસમાં ફરીયાદ આપતા પીએસઆઇ એમ. એસ. ગોહેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આજે સવારે તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.

(1:04 pm IST)