Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબી :ગ્રામ્ય પંથકના રસ્તાઓ બિસમાર હાલતમાં ; તાત્કાલિક રીપેરીંગ કરવા માંગણી ;મંત્રીને રજૂઆત

 

મોરબીમાં ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિને પગલે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાને ઘણું નુકશાન થયું હોય જેથી ગ્રામ્ય પંથકની પ્રજા હેરાન પરેશાન છે જેથી રસ્તાઓનું તાકીદે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે

   ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાને વ્યાપક નુકશાન થયું છે અને ખરાબ રસ્તાને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારી તંત્રની વહીવટી શિથિલતાને કારણે મંજુરીમાં ઘણો સમય લાગે છે અને રીપેરીંગ સમયસર થઇ શકતું નથી જેથી રસ્તાઓના રીપેરીંગ માટે જવાબદાર અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી તાકીદે કામ થાય અને ચોમાસું પૂરું થયે તાકીદે રીપેરીંગ શરુ થઇ સકે તેવી માંગ કરી છે

(12:39 am IST)