Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

દ્વારકામાં ગોમતી ધાટ ખાતે બે દિવસ દ્વારકા ઉત્સવ ઉજવાશો

મંત્રીશ્રી બાસણભાઇ આહિરના અધ્યક્ષ પદે આયોજન

ઙ્ગદેવભૂમિ દ્વારકા, તા.૩૧: ગુજરત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમૈ ગોમતી ઘાટ દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ ૨૦૧૮ નું તા.૨,૩ સપ્ટેમ્બર-૨૦૧૮ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછત વર્ગોનું કલ્યાણ રાજય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા આ ઉત્સવનું ઉદદ્યાટન કરવામાં આવશે. બે દિવસ ચાલનારા આ ઉત્સવમાં રાત્રીના ૮ થી ૧૨ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૦ સપ્ટેમ્બર  સુધી ખેલ મહાકુંભનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાશે.

દેવભૂમિ દ્વારકાઃ રમત  ગમત અને યુવક, સેવા અને સાંકૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તા.૨૯-૦૮-૨૦૧૮ના ૪ૅં૩૦ કલાકના વિડીયો કોન્ફોરન્સની સુચના મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશનની  તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી વધારવામાં આવી છે જેથી દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ શાળા/સંસ્થા તથા રસ ધરાવતા ખેલાડીઓએ ખેલ મહાકુંભનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી લેવું.(૨૨.૩)

(11:56 am IST)