Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ભાવનગરમાં જુગાર રમતા ૧૬ શખ્સોની ધરપકડ

ભાવનગર, તા. ૩૧ :  ચિત્રા વિસ્તારમાં અનાજનાં ગોડાઉન નજીક મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે શ્રાવણી જુગારની બાજી માંડી બેઠેલા ભૌમિક દિનેશભાઇ માવરીયા, મનુભાઇ ધીરૂભાઇ મકવાણા, ધુધાભાઇ માસુમભાઇ ચૌહાણ, અજય લક્ષ્મણભાઇ ચૌહાણ, રોહિત હાદાભાઇ પ્રજાપતિ, ધનશ્યામ બટુકભાઇ બારૈયા, રમેશભાઇ રવજીભાઇ ગોહેલ, શ્રાવણભાઇ પ્રજાપતિ, વિશાલભાઇ બુધાભાઇ વેગડ, રાહુલ પ્રભુભાઇ બારેયા, શામજીભાઇ જીવાભાઇ મજીઠીયા, દિનેશ સોમાભાઇ ચૌહાણ, મહેશ બુધાભાઇ ચૌહાણ, સંતોષ જગદીશભાઇ બારૈયા, અને ચંદુભાઇ બુધાભાઇ બારૈયા સહિત ૧૬ શખ્સોને રૂ. ૩૦,૬૦૦ ની રોકડ રકમ અને જુગારનાં સાહિત્ય સાથે ઝડપી લઇ ડી-ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂ ભરેલી કાર ઝડપાઇ

ભાવનગર શહેરનાં મેવાણી સર્કલ સાંઇબાબાનાં મંદિર નજીક પાર્ક કરાયેલ મારૂતી ફન્ટી કાર નં. જીજે ૧ એપી ૩૮૩૦ ની બી-ડીવીઝન પોલીસે તલાસી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી સાઇઝની ૩૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને કાર કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. (૯.ર)

(11:45 am IST)