Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગિરનાર પર્વત પર ધોધમાર સાત ઇંચ વરસાદ ખાબક્યો નદી-નાળામાં ઘોડાપુર:દામોદર કુંડમાં પ ફૂટ પાણી આવ્યું

મુચ કુંદ ગુફા પાસે વાહનો ફસાયા હતા અને નરસિંહ તળાવ અને વિલીગડન ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં

ગિરનાર પર્વત ઉપર બારે મેઘ ખાંગા થયા હતા. ગિરનાર પર્વત ઉપર સાત ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ ખાબકતા નદી નાળામાં ઘોડાપુર આવ્યું હતુ. જીવના જોખમે પર્યટકો ગિરનાર ઉપરથી નીચે ઉતર્યા હતા. બીજી તરફ દામોદર કુંડમાં પાંચ ફૂટ પાણી આવતા કુંડમાં નવા નીર આવ્યા હતા. મુચ કુંદ ગુફા પાસે વાહનો ફસાયા હતા અને નરસિંહ તળાવ અને વિલીગડન ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી છે.

(11:43 pm IST)