Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પ૦ હજાર ની લાંચની માંગણી કર્યા બાદ શંકા જતા લાંચ ન સ્વીકારીઃ લાંચ માગ્યાના પુરાવાઓ મળતા એસીબીએ લાંચ માંગણીનો જામનગર જીલ્લાના શેઠવડાળાના મહિલા પીએસઆઇ વીરલબેન ચાડેરા તથા પોલીસમેન મહાવીરસિંહ સામે ગુનો દાખલ કયોઃ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશી દ્વારા મહત્વનો નિર્ણય

રાજકોટ : શેઠવડાળા( જામનગર જિલ્લો) ના રહીશનો દારૂ પકડવામા આવેલ, આ કેસમાં ફરીયાદીનું નામ નહી ખોલાવા માટે રૂ. પ૦ હજારની લાંચની માંગણી શેઠવડાળા પો.સ્ટેશન(જીલ્લો જામનગર) ના મહિલા પીએસઆઇ વીરલબેન ચાડેરા તથા પોલીસમેન મહાવીરસિંહ જાડેજા દ્વારા માંગણી થયાના આરોપસરની ફરિયાદ એસીબીમાં થઇ હતી.

ઉકત ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવવામાં આવેલ પરંતુ ગમે તે બન્યુ બંને આરોપીઓને શંકા જતા લાંચની માંગણી કર્યા પછી લાંચ સ્વીકારી નહી. અને પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. આરોપીઓ વિરૂદ્ધ લાંચ માગ્યાના પુરાવાઓ હોવાથી  આરોપીઓ સામે લાંચની માંગણીનો ગુનો દાખલ કરવાની ગાઇડ લાઇન્સ એસીબી વડા કેશવકુમાર દ્વારા આપવામાં આવી હોય, ભૂતકાળમાં અનેક મોટા માથાઓને  લાંચના છટકા દ્વારા  શકંજામા લેનાર રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝન આધારે રાજકોટ ગ્રામ્ય એસીબીના પીઆઇ એન.કે. વ્યાસની ફરીયાદના આધારે જામનગર એસીબીના ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.વી. પરગડુ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

(8:51 pm IST)