Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જુનાગઢ શહેર અને ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતા મુચકુંદ ગુફા પાસે વાહનો તણાયા : ગીરનારના પગથીયાઓ પર પાણીના ધોધ વહ્યા : વનરાઇઓ સોળેકળાએ ખીલી ઉઠી : વિડીયો ક્લીપે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

જુનાગઢ : વહેલી સવારથીજ જુનાગઢ શહેર તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થતા દામોદરકુંડ પાસે આવેલ પ્રાચીન મુચકુંદ મહાદેવના મંદિરે જવાના રસ્તે ડુંગર ઉપરથી ઝરણાના ભારે પાણીના કારણે પુર જેવી સ્થીતી થઇ હતિ, જેના કારણે મુચકુંદ ગુફા પાસે પાર્ક કરેલ વાહનો પણ પાણીના દ્યસમસતા વહેણમાં તણાતા, મંદિરના સેવકોએ ભારે મહેનત કરીને બે મોટરસાયકલ અને એક મોટરકારને રેસ્કયુ કરી બહાર કાઢેલ હતા.

ભારે વરસાદ થવાના કારણે ગિરનાર પર વનરાઇઓ સોળેકળા એ ખીલી ઉઠી હતી. દામોદરકુંડમાં પણ ભારે પાણીની આવક થતા ખોડિયાર દ્યુના પાસે પાણીનો ધોધ શરૂ થયેલ હતો. શહેરમાં સારો વરસાદ પડે તેની શહેરીજનો આતુરતાથી રાહ જોતા હતા તયારે આજે સારો વરસાદ વરસાતા શહેરીજનો પણ વરસાદની મજા માણવા ગિરનાર તળેટી તરફ જતા જોવા મળેલ હતા.

ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ગિરનારના પગથીયાઓ પાણીના ધોધ વહેતા થયા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયા પર ધૂમ વાયરલ થી રહ્યો છે.

(11:22 pm IST)