Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગરમાં બજરંગદળ આયોજીત કાર્યક્રમમાં ૪૨૧ યુવાનોને ત્રિશુલ દિક્ષાઃ સંતો-મહંતોના આશિર્વચન

જામનગરમાં 30 જુલાઈ 2019ના રોજ વેજુમા સ્મૃતિ હોલ, પવનચક્કી ખાતે બજરંગ દળ જામનગર જિલ્લા દ્વારા ભવ્ય ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગરમાં યોજાયેલા ત્રિશુલ દિક્ષાના કાર્યક્રમમાં 421 યુવાનો દ્વારા સંતો મહંતો ના આશીર્વચન અને આશીર્વાદથી ભારત માતા, હિંદૂ ધર્મ, સંસ્કૃતિ, ગૌમાતા, માતા બહેનો, સંતો મહંતો, ધર્મ ગ્રથો અને ભારત ને પુનઃ વિશ્વ ગુરુ બનાવાના સંકલ્પ સાથે ત્રિશૂલ દીક્ષા લીધી હતી.

ત્રિશૂલ દીક્ષા અને હિંદૂ ધર્મના મહત્વ અંગે મહંત ચત્રભૂજ મહારાજજી, ભરતદાસ બાપુ, હરિબાપુ, અયોધ્યાના મહંત બાલકૃષ્ણ મહારાજજી દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જાગે તે માટે જરૂરી આશીર્વચન આપવામાં આવ્યા હતા.

ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ મા બજરંગ દળ ના અખિલ ભારતીય સંયોજક સોહનજી સોલંકી, બજરંગ દળ ક્ષેત્રીય સંયોજક હરેશભાઇ ચૌહાણ, ભાસ્કરભાઈ મકવાણા, નવનીતભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહયા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્રિશુલ દિક્ષાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર વિહિપ ના અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ વિશાલભાઈ ખખ્ખર, જીતુભાઇ ગાલા, બજરંગ દળ જીલા સંયોજક રવિરાજસિંહ જાડેજા, શહેર સંયોજક વિમલભાઇ જોશી તેમજ વિહિપ બજરંગ દળ જિલ્લાની સમગ્ર ટીમ દ્વારા જહેમત કરવામાં આવી હતી.

(5:34 pm IST)