Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબીના ભીમરાવનગરમાં વરસાદના પાણી ભરાઇ જતા લતાવાસીઓ દ્વારા પાલિકામાં રજૂઆત

મોરબી: રોડ થવાના કારણે વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાવવાથી લોકો મુશ્કેલી માં તેમજ ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે. જેથી લતાવાસીઓ પહોંચ્યા નગરપાલિકા માં ચીફ ઓફિસર પાસે જઈને કરી રજૂઆત.

મોરબીના ભીમરાવનગ- 3 શેરીમાં વરસાદના પાણી ઘરમાં ભરાઇ ગયેલ છે. ઘટનાનો મુખ્ય કારણ મુખ્યમાર્ગ અને આજુ બાજુની શેરીમાં રોડ બનાવેલ છે. જ્યારે શેરીની અંગત રીતે વિકાસ થવા દેવાના કારણે રોડ કરવામાં આવેલ નથી. વિસ્તારના લોકો પાસેથી રોડ બનાવવા ની સહી પણ લઇ જવામાં આવી છે. તો તંત્રના ખાતામાં ચોપડે શેરી નો રોડ બની ગયેલ હોય તો તાત્કાલિક તપાસ કરાવી ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી છે. કેમ કે શેરીમાં રોડ ના કામ થવાથી શેરીના લોકો ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. અને ભરાયેલા પાણી તાત્કાલિક નિકાલ કરવા માટે લતાવાસીઓ દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ ને રજુઆત કરવામાં આવી છે.

(5:33 pm IST)