Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબી તાલુકામાં દુષ્‍કર્મ પ્રકરણમાં મહિલાની ઓળખ-ફોટા પ્રસિદ્ધ કરનાર પત્રકારની ધરપકડ

મોરબી: જે ગુનાના કામના ફરિયાદી/ભોગબનનાર નો ફોટો ફરિયાદી/ભોગબનનારની કે કોર્ટની પૂર્વ મંજૂરી વગર લોકજવાલા અખબાર એવા હેડિંગ વાળી ફેસબુકની વેબલીંકમાં તથા વોટસએપ  ગ્રુપમાં તથા અન્ય મીડિયા/અખબારમાં ફરી. ભોગ બનનાર નું નામ તથા ફોટો આરોપીના નામ તથા ફોટા સહિતની ભોગ બનનાર વિશે અભદ્ર ટીપ્પણીનો સાથેની માહિતી બ્રેકિંગ ન્યુઝ તરીકે વેબલીંક પર મૂકી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેર કરતા કામના બળાત્કારના ગુનામાં ભોગબનનાર ફરિયાદીએ મોરબી તાલુકા પો.સ્ટે.માં આવી. ગઈ તા.૧૧//૧૯ ના રોજ પોતાનો ફોટો તથા નામ બળાત્કાર ગુનાના આરોપી સાથે સોશિયલ મીડિયામાં જાહેર કરવા અંગે આરોપીઓ ()રજાક બુખારી તથા () ગોપાલ ઠાકોર () લોકજવાલા અખબાર એવા હેંડીગ વાળી ફેસબુકની વેબલીંકના જવાબદાર તપાસ દરમ્યાન નામ ખૂલે તે તમામ વિરુદ્ધમાં મોરબી તાલુકા પો.સ્ટે.માં ગુનો નોંધાવેલ.

જે અનુસંધાને પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા મોરબીનાઓની સૂચના અને બન્નો જોશીના નાયબ પોલીસ અધિક્ષક વિભાગના ઓના માર્ગદર્શન હેઠળ ગુનાની ઝીણવટભરી રીતે તપાસ કરતા બળાત્કારના ગુનામાં ભોગબનનાર/ફરિયાદીનો ફોટો લોકજવાલા અખબારવાળા હેંડિંગની વેબલીંકમાં કામના આરોપી રજાક બુખારી પ્રસિદ્ધ કરેલ હોય જે અંગેની હકીકત વેરીફાય કરતા સત્ય જણાઇ આવેલ અને જાતીય ગુનાઓ ભોગ બનનારનું નામ તથા ઓળખ પ્રસિદ્ધ કરવું તે કાયદાથી પ્રતિબંધિત હોવા છતાં કોર્ટની કે ભોગ બનવાની પૂર્વ મંજૂરી વગર પ્રસિદ્ધ કરેલ હોય જે અંગેના સાક્ષી તથા પુરાવા મળતા કામના આરોપી રજાકમિયા અબ્બાસમિયા બુખારી ઉંમર વર્ષ ૪૨ ધંધો. એડવોકેટ તથા માનદપત્રકાર મૂળ રહે.ન્યુ રેલવે સ્ટેશન પાસે માળીયા મીયાણા જીલ્લો મોરબી હાલ રહે. શનાળા રોડ સત્યમ પાનવાળી શેરી અંજની એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૫૦૪ મોરબી- વાળાને સદરહું ગુનામાં ધોરણસર અટક કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે.

(5:33 pm IST)