Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ચેક રીટર્નના કેસમાં જુનાગઢ કોર્ટ દ્વારા આરોપીને ૧ વર્ષની સજા ૩ લાખનો દંડ

જુનાગઢ, તા., ૩૧: ચેક રીટર્નના કેસમાં જુનાગઢ કોર્ટેે તાજેતરમાં એક પટેલ આઘેડને એક વર્ષની સજા તથા રૂપીયા ૩ લાખનો દંડ ફટકારેલ છે.

આ કિસ્સાની વિગત એવી છે જે તે સમયે જુનાગઢમાં રહેતા ગીરધરભાઇ ભાણજીભાઇ મારવાણીયાએ પોતાની અંગત જરૂરીયાત માટે થોડા સમય પુરતાં રૂ. ર લાખ પચાસ હજાર જુનાગઢના રહેવાસી જેન્તીલાલ મુળજીભાઇ પાડલીયા પાસેથી હાથ ઉછીના લીધેલ હતા અને આ રકમ ચુકવવા માટે ગીરધરભાઇએ પોતાની બેંકના ખાતાનો રૂપીયા અઢી લાખનો ચેક જેન્તીભાઇને આપેલ જે ચેક અપુરતા ભંડોળને કારણે પાસ થયા વગર રીટર્ન થતા આ અંગે જેન્તીભાઇએ જુનાગઢ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળની ફરીયાદ ગીરધરભાઇ સામે કરેલ.

આ કેસની સુનાવણી જુનાગઢના ચીફ જયુડીયશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી આર.જે.પટેલની કોર્ટમાં હાથ ધરાયેલ ત્યારે ફરીયાદી જેન્તીભાઇ તરફે જુનાગઢના ધારાશાસ્ત્રી શ્રી મનોજ દવેએ દલીલો કરેલ જે દલીલો ગ્રાહય  રાખી કોર્ટે આરોપી ગીરધરભાઇને રૂ. ૩ લાખનો દંડ અને આ રકમમાંથી રૂ. ર લાખ એસી હજાર ફરીયાદીને વળતર પેટે ચુકવવા તથા એક વર્ષની સજા ફટકારતો હુકમ કરેલ છે.

(4:18 pm IST)