Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જુનાગઢમાં ધોધમારઃ ધ્રોલમાં અડધો ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ તા.૩૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

આજે સવારે ૧૦ થી બપોરના ૧૨ દરમિયાન જામનગરના ધ્રોલમા અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જુનાગઢ

જયારે જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવાયુ છે કે જુનાગઢમા બપોરે ૧૨:૩૦ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ શરૂ થયો હતો.

જ્યારે કેશોદ, મેંદરડા, માણાવદર, જૂનાગઢ, વંથલીમા હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

કચ્છના માંડવી, ગીરગઢડા, તાલાલા, જોડિયા, બગસરા, મોરબી, ગારીયાધાર, વાંકાનેર, રાજકોટ, પડધરીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

(3:43 pm IST)