Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફલોઃ ગામના લોકોને ચેતવણી

પોરબંદર, તા. ૩૧: સેકશન ઓફીસરશ્રી, ઓઝત વીયર વંથલી ડેમના ૦૯:૩૦ કલાકના મેસેજ અનુસાર જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વંથલી ગામે પાસે આવેલ ઓઝત વીયર વંથલી ડેમમાં ઉપરવાસમાં વરસાદના લીધે પાણીની આવક થયેલ છે. ડેમના બધા (૧ર-દરવાજા) પૂર્ણ ખોલેલ છે. જળાશયનું લેવલ રપ.૦ર મીટર થયેલ છે.

જેથી ૦.૦ર મીટર ઓવરફલો થયેલ છે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૪૪.૦૮ કયુસેક છે જેથી નીચણવાસના ગામ અમીપુર, મૈયારી, બળેજ, રાતીયા, નવીબંદર, ચિકાસા, ગરેજ, ઉંટડા ગામ લોકોએ નદીના પટમાં અવર જવર નહીં કરવા અને માલ-ઢોર, વાહનોને નદીના પ્રવાહમાંથી-પટમાંથી પસાર નહીં કરવા તથા જોખમી પ્રયાસ નહીં કરવા સલાહ આપવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોરબંદરની યાદીમાં જણાવ્યું છે.

(3:43 pm IST)