Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કેશોદની પેઢી પાસેથી શીંગદાણા ખરીદી બાદ પેમેન્ટ ન કરી રૂ ૧ કરોડનો ધુંબો

રાજસ્થાની પેઢી અને બ્રોકર સામે ફરિયાદ

જુનાગઢ તા ૩૧ :  કેશોદની પેઢી પાસેથી શીંગદાણા ખરીદી બાદમાં પેમેન્ટ ન કરી રાજસ્થાનની પેઢી અને બ્રોકરે રૂ ૧ કરોડથી વધુનો ચુનો મારી દેતા વેપારી આલમમાં ચકચારી થઇ ગઇ છે.

આ અંગેની વિગતો એવી  છે કે, કેશોદના મીલર મોહનભાઇ વલ્લભભાઇ કાલરીયાને રાજસ્થાન જોધપુરના બ્રોકર કિંપલ મડવાલે વિશ્વાસમાં એડવાન્સ પેમેન્ટ મોકલી રાજસ્થાનના મહાદેવ સેલ્સ કોર્પોરેશનના માલીક સતિષકુમાર (ખંડવાલ) ના નામે શીંગદાણાનો જથ્થો મંગાવેલ.

આ પછી મોહનભાઇ કાલરીયાને વધુ વિશ્વાસમાં લેવા માટે તેમને મહાદેવ સેલ્સ કોર્પોરેશન દ્વારા કટકે કટકે પેમેન્ટ કરી અલગ અલગ તારીખે વધુ શીંગદાણાનો જથ્થો મંગાવ્યો હતો.

આ પૈકી રૂા ૬૪ લાખનું પેમેન્ટ કરેલ પરંતુ બાકી રહેતી રકમ રૂા ૧ કરોડથી વધુનું પેમેન્ટ નહીં ચુકવતા ગઇકાલે સાંજે મોહનભાઇ કાલરીયાએ કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત  અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ કેશોદના પી.આઇ. ડી.જે ઝાલા ચલાવી રહયા છે.

(3:41 pm IST)