Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ધામ ધામના સંતોની ઉપસ્થિતિમાં કચ્છ ભારાસર ગામે અ.નિ. સૂર્યકાંત વરસાણીની સ્મૃતિમાં વચનામૃત શિબિર

ભૂજ તા.1: કચ્છ ભારાસર ગામે સીસલના જાણીતા ઉદ્યોગપતિ શ્રી વિશ્રામભાઇ જાદવા વરસાણી તરફથી પોતાના અક્ષરનિવાસી સુપુત્ર સૂર્યકાંત વરસાણીની પવિત્ર સ્મૃતિમાંં વચનામૃત શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે અનેક પવિત્ર સંતો તથા કચ્છી લેવા પટેલના અગ્રણીઓ તેમજ ભારાસર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    વિશ્રામભાઇ પટેલ કચ્છના ભામાશા છે. તેઓએ પોતાની માતૃભૂમિ ભારાસરના વિકાસ માટે માતબર સખાવત કરી છે. ઉપરાંત ગુજરાતભરમાં પણ સખાવત વિસ્તરેલી છે.

   ભૂૂજ ખાતે એમણે વિશાળ સૂર્યા અેકેેડેમીની સ્થાપના કરી છે. આંતરરાષ્ટ્રીય કેમ્પમાં બાળકોને અતિ આધુનિક સુવિધા સાથે રમત ગમતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ  છે.

   અેમના દ્વારા હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. ઉપરાંત ગરીબ વિધવા બહેનોને સીલાઇ મશીનો, દિવ્યાંગોને ટ્રાઇસિકલ વ્હીલચેર વગેરે મોટા પ્રમાણમાં આપવામાં આવે છે.

    ગુજરાતભરમાં વિસ્તારેલા ગુરુકુલોમાં વિશાળ રમતગમતના સંકુલો બાંધ્યાછે. તેઓ નાત જાતના કે ધર્મના ભેદભાવ વિના આ તમામ સેવાઓ કરી રહ્યા છે.

    મહત્વની વાત તો એ છે કે, પોતાના હજારો કર્મચારીઓને પુત્ર સમાન પ્રેમથી બધી રીતે સાચવે છે. આ રીતે અનેક સેવા સત્કાર્યોથી એમણે પોતાના સુપુત્ર સૂર્યકાંતને અમર બનાવી દીધો છે.

  તેમની સ્મૃતિમાં યોજાયેલ વચનામૃત શિબિરમાં સૂર્યકાંતભાઇના આત્માને અંજલિ અર્પણ કરવા અનેક ધર્મસ્થાનોમાંથી સંત મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં .....

    મણિનગર શ્રીસ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી ભગવતપ્રિયદાસજી, એસજીવીપી ગુરુકુુલથી સ્વામી માધવપ્રિયદાસજી, ધંધુકા ગુરુકુલથી સ્વામી ધર્મપ્રિયદાસજી, સરધારથી નિત્યસ્વરુપદાસજી સ્વામી, રાજકોટ-તરવડા ગુરુકુલથી સ્વામી કૃખ્ણપ્રિયદાસજી, મંત્રપીઠ ફણેણી ગુરુકુલથી સ્વામી બાલકૃષ્ણદાસજી, ધોલોરા-ચિતલથી સ્વામી હરિચરણદાસજી, કંડારી ગુરુકુલથી શા.શુકવલ્લભદાસજી સ્વામી, છતેડીથી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, ખીરસરા ગુરુકુલથી સ્વામી નારાયણસ્વરુપદાસજી, વગેરે અનેક સંતો ઉપરાંત કચ્છના નામાંકિત ઉદ્યોગપતિ આર.ડી. વરસાણી નાઇરોબી, કચ્છ લેવા પટેલ સમાજના ભૂ.પૂ. પ્રમુખ આર.આર. પટેલ સાહેબ, વગેરેએ આ પ્રસંગે સૂર્યકાંતના આત્માને અંજલિ અર્પણ કરી હતી. અને વિશ્રામભાઇના સત્કાર્યોને બિરદાવ્યા હતા. અને સૂર્યકાંતના બે પુત્રો જોવન અને રોવનને પણ આશીર્વાદ આપ્યા હતા. સભાનું સંચાલન જે.ડી. સોલંકી સાહેબે કર્યુ હતું.

(2:01 pm IST)