Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

થાનગઢ બાયપાસ રોડ અતિ બિસ્માર : રસ્તા રોક પહેલા પ૦ લોકોની અટકાયત

થાનગઢ : થાનગઢ બાયપાસ રોડ અતિ બિસ્માર હાલતમાં અને રોડ પર ઠેર-ઠેર ગાબડાઓ છે. આ રસ્તો પર સંપૂર્ણ તૂટી જતા પથ્થરો અને સળીયાઓ દેખાઇ રહ્યા છે જેના લીધે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ છે અનેકવાર મામલતદારને રજુઆત કરવા છતાં આ મામલે કોઇ કાર્યવાહી ન થતાં રસ્તા રોકો આંદોલન કરે તે પહેલા જ પોલીસ પ૦ જેટલા કાર્યકરોની અટક કરી હતી.  સુરેન્દ્રનગર શહેર તથા તાલુકાઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ત્યારે થાનગઢ બાયપાસ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી થાનગઢ ગામના ગ્રામજનો તથા આસપાસના ગામોના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી રસ્તા તૂટેલી હાલતમાં છે. જેને લઇને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાં રસ્તાઓ પર ઠેર ઠેર ગાબડાઓ પણ જોવા મળતા હોય છે. અનેક ગામના લોકો આ રોડ પરથી મુસાફરી કરે છે અને મુસાફરી કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તે અનેક ગાબડાઓ પડી જતા હજારો વાહનો ડીસ્કો કરતા નજરે પડે છે ત્યારે આજ રોજ થાનગઢ ખાતે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:18 pm IST)