Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ધ્રાંગધ્રા સુન્ની સિપાઈ જમાત દ્વારા તેજસ્વી તારલાઓનો દ્વિતિય સન્માન સમારોહ યોજાયો

વઢવાણ તા.૩૧ : ધ્રાંગધ્રા સુન્ની સિપાઈ જમાત દ્વારા  સમાજ ના ધોરણ ૮ થી ગ્રેજયુએટ સુધી ના ૭૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ને પ્રોતસાહન પૂરું પાડવા માટે ધ્રાંગધ્રા કોમ્યુનિટી હોલ માં ઈનામ વિતરણ કાર્યક્રમનુંઙ્ગ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ડો. અવેશભાઈ ચૌહાણ(પોરબંદર) ના અધ્યક્ષ પદે યોજાયો હતો તથા ે ગુજરાત સિપાઈ સમાજ ના ઉપ પ્રમુખ મોહસીનખાન પઠાણ(ચોટીલા), ટ્રસ્ટી આસિફભાઈ સિપાઈ(રાજકોટ),ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ ધીરુભાઈ પઢિયાર,સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન રફીકભાઈ ચૌહાણ,સુરેન્દ્રનગર શહેર સિપાઈ જમાત પ્રમુખ ગુલાબભાઈ મકવાણા,ઉપ પ્રમુખ મહયુદિનમભાઈ ચૌહાણ,મંત્રી દિલાવરભાઈ બેલીમ,હશનૈન સિપાઈ યંગ ગ્રુપ ના સાહિલભાઈ સોલંકી તથા ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ ધમભા તથા  સિપાઈ સમાજ ના આગેવાનો હાજર રહયા હતા. ે ધ્રાંગધ્રા સિપાઈ સમાજ પ્રમુખ હનીફભાઇ સીણેજીયા,ઇદ્રિસભાઈ બેલીમ,યુનુશભાઈ કુરેશી,વસિમભાઈઙ્ગ મીરા,અસ્લમભાઈ મીરા,આરીફ સૈયદ,મુઝાઈદ ભાઈ તેમજ તમામ કારોબારી સભ્ય એ ે જેહમત ઉઠાવી હતી.

(1:17 pm IST)