Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સરા સહિત વિસ્તારમાં ૧૦.૯૮ લાખની વિજચોરી

તા.૩૧: સરા વિસ્તારમા થતી વિજચોરી ડામવા કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે  વિજચેકિંગ હાથ ધરવામા આવેલ હતુ સરા સબડિવિજનની કચેરીએ ગાડીઓ ની લાઇનો લાગી હતી સબ ડિવિજનના ઇજનેર ખાટ ના માર્ગદર્શન હેઠળ સરા સહીત ગ્રામ્ય વિસ્તારના રહેણાક અને સીમ વિસ્તારમા ૨૩ જેટલો ટુકડી બનાવી વિજચેકિંજ હાથ ધરવામા આવતા ૪૩૨ જેટલા વિજજોડાણો ચેક કરતા ૬૪ જેટલા વિજકનેકશનોમા ગેરરીતી માલુમ પડતા રૂ.૧૦.૯૮ લાખનો વિજદંડ ફટકારવામા આવતા સમગ્ર પંથકમા વિજ ચોરી કરનારાઓમા ભારે ફફડાટની લાગણી જન્મી હતી વ્હેલી સવાર થીજ પીજીવીસીએલ ની કચેરીએ ગાડીઓની લાઇનો અને વિજકર્મચારીઓનો કાફલો જોતા વિજચેકિંગ ની ગંધ આવી જતા વિજચોરી કરનારાઓ ચેતી જતા છટકવામા પણ સફળ રહેલ હતા.

(1:17 pm IST)