Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

'મિશન નિરામયા' અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ

વઢવાણ તા.૩૧ :જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂના અધ્યક્ષસ્થાને તેમજ વિભાગીય નાયબ નિયામક ડો.સતીષ મકવાણાની  ઉપસ્થિતિમાં  મિશન નિરામયાઙ્ક અંતર્ગત જિલ્લા પંચાયત મીટીંગ હોલ સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ માતા મરણ તથા બાળમરણ દ્યટાડવા પર આરોગ્ય વિભાગને વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. વધુમાં તેમણે મિશન નિરામયા  અંતર્ગત જિલ્લાના સાયલા તથા મુળી તાલુકાને પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મિશન નિરામયાના રાજયકક્ષાએથી નકકી થયેલ ૮ પ્રકારના હેલ્થ ઈન્ડીકેટર પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.સતીષ મકવાણાએ મિશન નિરામયા અંતર્ગત જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. વધુમાં તેમણે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય રોગચાળો તથા મેલેરીયા જેવા રોગો અટકાવવા સદ્યન કામગીરી કરવા સુચના આપી હતી.

આ બેઠકમાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.કે. વાદ્યેલાએ નિતી આયોગના ૭ * ૪ ઈન્ડીકેટર વિશે માહિતી આપી હતી.   આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:17 pm IST)