Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

લખતરના SRP જવાન સહિત બે યુવાનો ગુમ થતા ચકચાર

વઢવાણ તા ૩૧  :  લખતર તાલુકામાંથી બે યુવાનો અચાનક ગુમ થઇ જતાં ચકચાર  ફેલાઇ છે. ત્યારે લખતર તાલુકાના આદલસર ગામના જનકબેન ઘનશ્યામભાઇ લકુમ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરી છે કે, તેમના પતિ ઘનશ્યામભાઇ નરસિંગભાઇ લકુમ નાડોદા રાજપૂત ઉ.વ.૩૬ તા. ૭.૭.૧૯ ના રોજ આદલસરથી અમદાવાદ જવાનું કહી નીકળેલ, ત્યારબાદ તા. ૧૮.૭.૧૯ ના રોજથી પોતાનો ફોન બંધ કરી દીધેલ હોય અને તેમનો કોઇ જાતનો સંપર્ક થતો ના હોય તેની પત્ની દ્વારા લખતર પોલીસ સ્ટેશને  જાણ કરતા તપાસ બી. બીટ જમાદાર ડી.એસ. મલા ચલાવી રહયા છે.

બીજો બનાવ પણ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર એસ.આર.પી. તરીકે ફરજ બજાવતો વ્યારા તાલુકાના નૈનેશભાઇ વનતેસિંગ ગામીત ઉ.૩૪ બે દિવસની રજા લઇ લખતર બસ સ્ટેન્ડથી અમદાવાદ જવા નીકળ્યો હતો, પરંતુ  ઘરે નહીં પહોંચતા તેના ભાઇ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

(1:16 pm IST)