Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ટંકારામાં રાત્રીના વધુ ૧ ઈંચ વરસાદ : મીતાણા ડેમમાં પાણીની જોરદાર આવક

ટંકારા તા.૩૧ : ટંકારામાં ગઇકાલ સાંજથી આજ સવારના આઠ વાગ્યા સુધીમાં  ૨૭ મી.મી. વરસાદ પડેલ છે.

ગઇકાલે આખો દિવસ જોરદાર વરસેલ અને ૧૩ મી.મી. વરસાદ પડેલ.

ટંકારામાં મોસમનો ૨૪૦ મી.મી. વરસાદ પડેલ છે.

ટંકારાની ડેમની નદી ઉપર મિતાણા ડેમમાં પાણીની જોરદાર આવક શરૂ થયેલ અને સાંજ સુધીમાં ૧૫ ફુટ દુર પાણી ભરાયેલ. મીતાણા ડેમમાં કુલ ૨૩ ફુટ ની ઉંચાઇ છે.

રાજુલા ડેમ ડેમી ૨ તથા બંગાવડી ડેમમાં પાણી ની જોરદાર આવક થયેલ છે.

ટંકારા ડેમ પાસે ડેમી નદી ઉપર આવેલ ચેકડેમ (પાજ) ભરાઇ ગયેલ છે.  અને નદી બે કાંઠે વહી રહેલ છે.

ટંકારા વિસ્તારમાં સર્વત્ર વરસાદ થતા લોકોમાં આનંદની લાગણી  ફેલાયેલ છે.

ટંકારા મામલતદાર પંડ્યા સાહેબ નાયબ મામલતદાર એચ.જે.પટેલ તથા સ્ટાફે મીતાણા ડેમની મુલાકાત લીધી છે.

(1:15 pm IST)