Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ફલ્લામાં ધીમીધારે ૮ ઇંચ વરસાદથી કંકાવટી ડેમમાં પ ફુટ નવા નીર

ફલ્લા  :.. જામનગર તાલુકાનાં ફલ્લા ગામે ગઇકાલે વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું હતું અને સાંજ સુધીમાં આઠ ઇંચ વરસાદ થયો હતો. નજીકનાં ગામોમાં પણ સારો વરસાદ થયો છે. ફલ્લાનાં કંકાવટી ડેમમાં પાંચ ફુટ નવા પાણીની આવક થઇ છે. જયારે બેરાજા રોડ પર આવેલ પનારીયા ચેક ડેમ છલકાઇ ગયો હતો.

(1:13 pm IST)