Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

હળવદના સુંદરગઢ પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ ૧૨ મુસાફરોને ઇજા

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઇ જતા શોધખોળ

હળવદ, તા.૩૧: તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસમાં સવાર ૧૧ મુસાફરો અને એસટી ના ડ્રાઇવર સહિત ૧૨ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેવોને પ્રાથમિક સારવાર હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અકસ્માતના પગલે હળવદ મોરબી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સદનસીબે એસટી બસ પુલ ઉપરથી નીચે ખાબકતા બચી ગઈ હતી.!

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ધ્રાંગધ્રા રૂટની એસટી બસ રાજકોટ થી ધ્રાંગધ્રા તરફ જઈ રહી હતી ત્યારે હળવદ નજીક આવેલ સુંદરગઢ ગામ પાસે ના બ્રાહ્મણી-૨ ડેમના પુલ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે એસટી બસમાં સવાર મુસાફરોમ દેકારો મચી ગયો હતો જોકે સદનસીબે એસટી બસ અને ટ્રક પુલ પરથી નીચે ખાબકતા ખાબકતા બચી ગયા હતા જયારે બીજી તરફ અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો જયારે બસમાં સવાર મુસાફરો અને ડ્રાઇવર સહિત ૧૨ લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી જયારે ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

આ અકસ્માતમાં (૧)મિનાક્ષીબેન જગદીશભાઈ રહે હળવદ (૨)રુદ્રભાઈ જગદીશભાઈ રહે હળવદ(૩)૮ હરીશભાઇ રહે શેરકરી (૪)મમતાબેન નરસિંહભાઈ રહે મંડાણા (૫)મનીષભાઈ હરગોવિંદભાઈ રહે વાંકાનેર(૬) રામજીભાઈ અમરતભાઈ રહે રાધનપુર(૭)નંદુબેન અંબારામભાઈ રહે માથક (૮)અમિતભાઈ અંબાશંકરભાઈ એસટી બસના ડ્રાઇવર (૯)નાની બેન રહે માથક(૧૦)કમલેશભાઈ અમરશીભાઈ રહે માથક(૧૧) હરદેવભાઈ રાઠોડ રહે કડીયાણા (૧૨)રલીનાબેન અબદુલભાઇ રહે કંકાવટીને ઇજા થઇ હતી.

(1:11 pm IST)