Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પોલીસ ધારે તો શું ન કરી શકે? ઉત્કૃષ્ટ ઉદાહરણ

અમરેલીના મોટી લીલીયાના પ્રશાંતભાઇના ખાતામાંથી ઉપડેલ રકમ તુર્ત પરત મળી

એસપી નિર્લિપ્ત રાય-સાયબર સેલની જહેમત ફળી

રાજકોટ, તા., ૩૧: અમરેલી જીલ્લાના મોટા લીલીયામાં રહેતા પ્રશાંતભાઇ શીલોજાના બેંક ખાતામાંથી ૧૭ હજારનો ઓનલાઇન ફ્રોડ કરી ઉપડી ગયેલી રકમ અમરેલીના જીલ્લા પોલીસ વડા નિર્લિપ્તરાયે તાત્કાલીક કાર્યવાહી કરતા પરત મળી ગયા છે.

ઓનલાઇન ફ્રોડ થયા બાદ જીલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધતા તેઓએ તુર્ત જ સાયબર ક્રાઇમ સેલના એમ.એમ.પરમારનો સંપર્ક કરતા તેઓએ તમામ માહિતી મેળવી અને ટેકનીકલ સર્વેલન્સ મારફત મૂળ સુધી પહોંચી રકમ પરત અપાવેલ. આ કાર્યમાં કોન્સ્ટેબલ આશીફભાઇ પણ મદદમાં રહયા હતા.

(12:28 pm IST)