Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કોટડા સાંગાણીના નવાગામ-રામપરા આહીર શખ્સની હત્યાની કોશિષના ગુનામાં ચાર આરોપીને ૧૦ વર્ષની સજા

ગોંડલના સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયાની દલીલો માન્ય રાખી ગોંડલ કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા. ૩૧ :.. કોટડા સાંગાણીના નવાગામ (રામપરા) ગામમાં બાલાભાઇ વિરાભાઇ ડેર (આહીર) ને કુહાડી વતી મારવાના ગુન્હામાં તેના જ ગામના ત્રણ સગા ભાઇઓને તથા એક સ્ત્રી આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી છે.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે રાજકોટ જીલ્લામાં કોટડા સાંગાણી તાલુકાના નવાગામ (રામપરા) ગામમાં રહેતા બાલાભાઇ વિરાભાઇ ડેર (આહીર) શાકભાજીનો ધંધો કરતા હોય અને ગઇ તા. ૪-૮-ર૦૧૦ ના રોજ તેના જ ગામના (૧) બાબુભાઇ રામભાઇ ભુવા (આહીર), (ર)  લુણસીભાઇ રામભાઇ ભુવા, (૩) જેઠાભાઇ રામભાઇ ભુવા ત્રણેય સગા ભાઇઓ તથા (૪) સ્ત્રી આરોપી રેખાબેન બાબુભાઇ એ એક સંપ કરીને બાલાભાઇ વિરાભાઇ ડેર ને શાકભાજીના પૈસા ના દેવા બાબતે આરોપીઓ (૧) બાબુભાઇ રામભાઇ ભુવા (આહીર), (ર) લુણસીભાઇ રામભાઇ ભુવા, (૩) જેઠાભાઇ રામભાઇ ભુવા ત્રણેય સગા ભાઇઓ તથા (૪) સ્ત્રી આરોપી રેખાબેન બાબુભાઇ વાળાઓએ એક સંપ કરીને તલવાર તથા કુહાડી જેવા હથીયારોથી બાલાભાઇને ગંભીર ઇજા કરેલ. જે બાબતની ફરીયાદ બાલા વિરાભાઇ ભગવાનજીભાઇ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ તમામ આરોપીઓની કોટડા સાંગાણીના પીએસઆઇ એમ. બી. બળવા એ ધરપકડ કરેલ અને આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ વિગેરે ગુન્હાનું ઉપરોકત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ઉપરોકત કેસ ગોંડલ સેશન્સ કોર્ટ ખાતે કમીટ થતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ અને ત્યાર બાદ સરકારશ્રી દ્વારા આ કેસમાં કુલ ર૪ સાહેદોને તપાસવામાં આવેલ અને ફરીયાદીની જુબાની તથા ઇજા પામનાર બાલાભાઇની બહેનની જુબાની તથા ડોકટરશ્રીની જુબાની તથા મુખ્યત્વે ઇજા પામનાર બાલાભાઇની પુત્રી પુનમબેનની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલ શ્રી ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી આરોપીઓ (૧) બાબુભાઇ રામભાઇ ભુવા (આહીર), (ર) લુણસીભાઇ રામભાઇ ભુવા (૩) જેઠાભાઇ રામભાઇ ભુવા ત્રણેય સગા ભાઇઓ તથા (૪) સ્ત્રી આરોપી રેખાબેન બાબુભાઇ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ ના ગુન્હામાં તકસીર વાન ઠરાવી એડીશનલ સેશન્સ જજે આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતાં. (પ-૭)

 

(12:07 pm IST)