Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં તળાજા ફોરેસ્ટને મળી સફળતા

પચીસ દિવસની અથાક મહેનત અને માનતાઓ આખરે ફળી

ભાવનગર તા.૩૧: પચીસ દિવસમાં એક બાળાને ફાડી ખાધી અને બે વૃદ્ઘા ઉપર હુમલો કરનાર આદમખોર દીપડાને પાંજરે પુરવામાં તળાજા વન વિભાગે સફળતા મેળવી છે. આદમખોર દીપડો પાંજરે પુરાતા ગોપનાથ નજીકના દરિયા કિનારાના ગામડાંના સ્થાનિક રહીશો અને વન વિભાગે કેટલેક અંશે હાશકારો અનુભવ્યો છે.તો આ વિસ્તારમાં દીપડા ની રંજાડ ન રહે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

તળાજા આર.એફ. ઓ મુકેશ વાદ્યેલા ના જણાવ્યા પ્રમાણેઙ્ગ આદમખોર દીપડા ને ઝબ્બે કરવા અનેક યુકિત વાપરવામાં આવી હતી.જેમાં સૂકી માછલીઓ અને તેનંુ પાણી ની સુગંધ પાંજરા ની આસપાસ માં ફેલાવવા ની યુકિત કામ લાગી હતી.સ્મેલ ના આધારે દીપડો ખોરાક ની આશામાં ગત રાત્રે પાંજરમાં દ્યૂસી જતાજ કેદ થઈ ગયો હતો.

આગિયારેક વર્ષનો ખુંખાર અને કદ માં પણ મોટો દીપડો પાંજરે પુરાતાજ વન વિભાગે છેલા પચીસ દિવસ ના રાત દિવસ ના ઉજાગરા અને આસ્થાસાથે કરેલી માનતાઓ આખરે ફળી હતી.

તળાજા ફોરેસ્ટ કર્મચારી જી.એલ. વાદ્યેલા ના જણાવ્યા પ્રમાણે હજુ આ વિસ્તારમાં દીપડા ના બે બચ્ચા પણ વિચરણ કરી રહ્યા છે. ગ્રામજનો ના માનવ પ્રમાણે પાંચેક દીપડા છે. જે વાડી માં રહેતાં ખેડૂતો ,ખેત મજૂરો અને દુધાળા પશુઓ ંબાધાય્ હોય તેન નુકસાન પહોંચાડી શકેછે.છે્લલા પચીસ દિવસ દરમિયાન વન વિભાગે દીપડા ને પકડવા ની કવાયત સાથેગ્રામજનો ના મિજાજ ને પણ સહન કરવો પડ્યો છે.ત્યાતે આ વિસ્તારમાં જે દીપડાઓ છેતેને પાંજરે પુરવામાં આવશે.

સૂત્રો એ જણાવ્યું હતુંકે વહેલી સવારે દીપડા ને પકડી જેસર રાણીગાળા ખાતે વન વિભાગના એમીનલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.ત્યાં ડોકટર દીપડા નું પરીક્ષણ કરશે. ડોકટર ને જણાશે કે આ દીપડો આદમખોર છેને હજુ છૂટો મુકયે હુમલા કરી શકે છે તો જીવનભર પાંજરા ની સજા મળી શકે છે.

(12:06 pm IST)