Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પડધરી પોસ્ટલના કર્મચારી કિશોર રામાવતે ૩.૭૦ લાખની ઉચાપત કરી : પોલીસમાં ફરીયાદ

બોગસ બુકો બનાવી ખાતેદારોના રૂપીયા પોતાના અને પુત્રીના ખાતામાં નાખી દીધા

રાજકોટ, તા., ૩૧: પડધરી પોસ્ટલ વિભાગના કર્મચારીએ ૩.૭૦ લાખની ઉચાપત કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોસ્ટલ વિભાગમાં નોકરી કરતા કિશોર ગોરધનભાઇ રામાવત (રહે. ખંઢેરી, તા. પડધરી)એ પોસ્ટ ઓફીસના ખાતેદારો દ્વારા ભરવામાં આવતા રૂપીયા પોતાની રીતે ખાતેદારોની બુકમાં નોંધ કરી ખાતેદારોની બુકમાં પોતાના નામનો રબ્બર સ્ટેમ્પ મારી તે રૂપીયા સરકારી હિસાબમાં ન બતાવી પોતાની તેમજ પોતાની પુત્રીના સેવીંગ્ઝ એકાઉન્ટની બુકમાં નામ ફેરફાર કરી જમા કરાવતો હતો. તેમજ અન્ય ખાતેદારોના નામે બોગસ બુકો બનાવી ખાતેદારો પાસેથી રૂપીયા લઇ ચાંઉ કરી જતો હતો. આ રીતે તેણે કુલ ૩.૭૦ લાખની રકમ ચાંઉ કરી જઇ ખાતેદારો સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે રાજકોટ હેડ પોસ્ટ ઓફીસના કર્મચારી કમલેશભાઇ રાવલે પડધરી પોલીસમાં પડધરીના પોસ્ટલ કર્મચારી કિશોર રામાવત સામે ફરીયાદ નોંધાવતા પડધરી પોલીસે આઇપીસી ૪૦૯, ૪ર૦, ૪૬પ,મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ જે.વી.વાઢીયા ચલાવી રહયા છે.

(12:04 pm IST)