Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

શાપર-વેરાવળમાં ૧૫૦ લીટર દેશી દારૂ સાથે મનુ સોલંકી પકડાયો

શાપર-વેરાવળ તા.૩૧ : શાપર-વેરાવળ પોલીસે ૧૫૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.  પોલીસ અધિક્ષક બલરામ મીણા, ગોંડલ ડીવાયએસપી એચ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એમ.આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેકટરએ  એ ખોખર તથા પીએસઆઇ એ એખોખરા, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઇ બકોત્રા , માવજીભાઇ ડાંગર , રવિરાજસિંહ ઝાલા, વિજયગીરી ગૌસ્વામી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રોહિતભાઇ બકોત્રાને મળેલ બાતમી આધારે શાપર ગામમાં મનુ દેશભાઇ સોલંકીના ઘરે રેઇડ કરી રૂમમાં રાખેલ દેશી દારૂની લીટર ૧૫૦ કિંમત રૂપિયા ૩૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. (૧૭.૭)

(12:03 pm IST)