Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જસદણ ચોટીલા માર્ગને જોડતા પુલનુ કેબીનેટ મંત્રી બાવળીયાના હસ્તે લોકાર્પણ

(તસ્વીર - અહેવાલ : પિન્ટુ શાહ (વિંછીયા) હુસામુદ્દીન કપાસી, જસદણ)

વિંછીયા તા.૩૧ : વિંછીયા ગોમા નદી પર રૂ. દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ અને જસદણ ચોટીલા માર્ગને જોડતા પુલનુ લોકાર્પણ કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ કરાયવ્યુ હતુ.

આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તથા પંથકમાં થઇ રહેલા અને મંજુર થયેલા વિકાસ કાર્યોની વાત કરી હતી. જેમાં આગામી દિવસોમાં વિંછીયા શહેરની શેરીએ શેરીએ રૂ. ૩૬ કરોડના ખર્ચે ગટર અને રોડ મંજૂર થયા છે. તે કામ શરૂ થનાર છે. વિંછીયા છાસીયા વચ્ચે નવા રોડ અને વિંછીયા એસટી બસ સ્ટેન્ડના આધુનીકરણ અને વિંછીયામાં નવી જીઆઇડીસી સહિતના વિકાસ કાર્યો હાથ ધરાશે.

આ કાર્યક્રમમાં વિંછીયાના સરપંચ વેપારી અગ્રણી બિપીનભાઇ જસાણી, માર્કેટયાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, ખોડાભાઇ ખસીરા, ચતુરભાઇ રાજપરા, મુસ્લિમ અગ્રણી પોપટભાઇ ગીગાણી સહિતના ગ્રામજનો યુવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:58 am IST)