Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જસદણના દોલતપર ગામે આરોગ્ય કેન્દ્રનું મંત્રી બાવળીયાએ કર્યુ લોકાર્પણ

જસદણ  તા ૩૧  :  જસદણ તાલુકાના જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દોલતપર પેટા કેન્દ્રનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, જસદણ તાલુકાના છેવાડાના સાવ નાના ગામના લોકો માટે આરોગ્યનું પેટા કેન્દ્ર બનાવીને સરકારે છેવાડાના નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.

ચાલુ વર્ષે સરકારે જસદણ તાલુકામાં ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વિંછીયા તાલુકામાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કુલ ૩૭ પેટા આરોગ્ય કેન્દ્રને મંજુરી આપી. છે.

રૂ.૨૪ લાખના ખર્ચે બનેલા દોલતપર પેટા આરોગ્ય કેન્દ્રનો વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઇ વોરા, જસદણ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અરવિંદભાઇ તાગડીયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ રામાણી, સરપંચ મનુભાઇ સેગલીયા, બ્લોક હેલ્થ ઓફીસર ડો. ચોૈધરી, મેડીકલ ઓફીસર ડો. અભિજ્ઞા પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઇ વેકરીયા સહીતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(11:57 am IST)