Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ધારીની મધુવન સોસાયટીમાં બનનાર રોડનું કોઠારી દિનબંધુ સ્વામીના હસ્તે ખાતમુહુર્ત

ધારી તા.૩૧: અહિંની મધુવન સોસાયટીમાં કુલ ૧પ લાખના ખર્ચે ત્રણ શેરીઓને જોડતા કાચા અને પથ્થર પેવિંગ માર્ગને બદલે નવા સુવાળા સિમેન્ટ રોડ આકાર પામવા જઇ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત સ્વામીનારાયણ મંદિરના સંતો ભાજપના પદાધિકારીઓ તેમજ સરપંચના હાથે સંપન્ન થયું હતું.

જૂના સિનેમા રોડ પર આવેલી ડોકટર કોલોની સમાન મધુવન સોસાયટીમાં બે ઉભા અને એક આડા એમ કુલ મળીને ત્રણ રોડનું ખાતમુહૂર્ત બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી દિનબંધુ સ્વામી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, પૂર્વકૃષિમંત્રી  વી. વી. વઘાસીયા અને સરપંચ જીતુભાઇ જોશીના હસ્તે કરવામાં આવ્યું અહીં આ ત્રણેય માર્ગ કુલ પાંચ-પાંચ લાખના ખર્ચે આકાર પામશે એટલે કુલ મળીને ૧પ લાખના વિકાસ કાર્યો કરાશે.

આ બાબતે સરપંચ જીતુભાઇ જોશી સમક્ષ તેમજ શાસકો પાસે રોડની માંગણી આવતા આ ત્રણ માર્ગને મંજૂરી આપવામાં આવેલ.ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઇ કાનાણી, ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઇ, રમેશભાઇ વાઘેલા, દિલીપભાઇ મહેતા, કેશુભાઇ પરડવા, અલ્પેશભાઇ જયસ્વાલ, મુકેશભાઇ રૂપારેલીયા, ભવસુખભાઇ વાઘેલા, ડો. બિપીનભાઇ, ડો.પડસાલા, ડો.ગોંડલીયા, ડો.વાઘેલા, શરદભાઇ કંસારા, પરેશભાઇ કંસારા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)