Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

દ્વારકાધીશના દેવસ્થાન સમિતિમાં આહિર સમાજને સ્થાન આપવા માંગ

જન્માષ્ટમીના રોજ કાન્હાવિચાર મંચ દ્વારા શોભાયાત્રા નીકળશે

ખંભાળીયા તા.૩૧ : દેવભૂમી જિલ્લાના દ્વારકામાં જ જન્માષ્ટમીના દિને શોભાયાત્રા શ્રીકૃષ્ણની નીકળતી ન હતી તે ગત વર્ષે શરૂ કરનાર આહિર સમાજના કાન્યા વિચારમંચની બેઠક તાજેતરમાં મળી હતી.

ગત વર્ષે કાન્હા વિચારમંચ દ્વારા સર્વ સમાજ સર્વ સંપ્રદાય તથા સર્વધર્મના લોકોને સાથે રાખીને તથા ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ વર્ષે પણ આવુ આયોજન કરવા માટે કાન્હા વિચાર મંચની એક બેઠક તાજેતરમાં ખંભાળીયા ખાતે યોજાઇ હતી તથા ભવ્ય આયોજન જન્માષ્ટમી શ્રીકૃષ્ણ જન્મોત્સવ માટે કરાયુ હતુ.

 દ્વારકામાં આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી વિશિષ્ટ રીતે થશે જેમાં ટેલ્લો બનાવાશે તથા ખાસ શણગારેલી કારમાં રાધાકૃષ્ણ તથા રાસમંડળી દ્વારકામાં અલગ અલગ ચાર જગ્યાએ મટકીફોડ કાર્યક્રમો યોજાશે.

જિલ્લા કલેકટરને આવેદનપત્ર

કાન્હા વિચાર મંચ દ્વારા મીટીંગ પુર્ણ કરીને દ્વારકા જિલ્લા કલેકટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં માંગ કરાઇ હતી કે ભગવાન જગદીશ્વર શ્રીકૃષ્ણ આહિર સમાજના ઇષ્ટદેવ છે. તથા યદુવંશીઓ ભગવાનના સીધા વારસદાર છે તેથી હાલ દેવસ્થાન  સમિતિમાં એક પણ આહિર યદુવંશી સભ્ય ન હોય ઓછામાં ઓછા બે આહિર યદુવંશી જ્ઞાતિજનોને દ્વારકા જગતમંદિરની દેવસ્થાન સમિતિમાં નિમણુક કરવા માંગ કરી હતી.

(11:55 am IST)