Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગારીયાધારઃ આંગણવાડીના બાળકોવરસાદી પાણી વચ્ચે ભણે છે

સ્લેબનુ રીપેરીંગ કર્યુ છતા પાણી જીલવા તપેલા મુકયા!!

ગારીયાધાર તા.૩૧: ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે જુના પ્લોટ વિસ્તારમાં ચાલતી આંગણવાડી કેન્દ્રના બાંધકામમાં લોલમલોલ રહેવાના કારણે ચોમાસા દરમિયાન પાણી પડવાના પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ જેના સ્લેબ પરથી પાણીના પડે તે માટે તંત્ર દ્વારા ટાઇલ્સ નાખવામા આવી હતી. જે રીપેરીંગ કામ પણ નબળુ થતા ચોમાસામાં ટપકતા પાણી વચ્ચે ગામના બાળકો સચવાઇ રહ્યા છે.

આ આંગણવાડી કેન્દ્ર પર રોજના ૨૦-૨૫ બાળકો આવે છે જે બાળકો વરસાદના પાણી વચ્ચે કેન્દ્રની મહિલા દ્વારા ભોજન આપવામા આવી રહ્યુ છે. પાણી કેન્દ્રના ઓરડામા  ભરાઇ નહિ તે માટે મહિલા દ્વારા ભોજન બનાવવાના વાસણો મુકીને ટપકતા પાણીને એકત્ર કરવામા આવે છે.

(11:54 am IST)