Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલ-ડીઝલ એશો.મીટીંગ

મોરબી : મોરબી ડિસ્ટ્રિકટ પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિયેશનની ડેસ્ટિનેશન મિટિંગ જાગીરા ધ જંગલ રિસોર્ટ, ગામ ચિત્રોડ, સાસણ ગીર ખાતે તાજેતરમાં મળી હતી જેનું આયોજન ગુજરાત રાજયના ફેડરેશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, મોરબી જિલ્લાના પ્રમુખ હર્ષદભાઈ કડીવાર અને મંત્રી અનિલભાઈ બુધ્ધદેવ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રમુખ હર્ષદભાઈ કડીવારે જાહેર જનતાને નમ્ર અપીલ કરી હતી કે પેટ્રોલ પંપ ડીલર એસોને ઓ એમ સી કંપની તરફથી આરએસપી પર કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી તો આવા ડિસ્કાઉન્ટ આપતા પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ લેતી વખતે ગુણવતા તથા જથ્થાની યોગ્ય તાપસ કરી લેવા અપીલ કરવામાં આવી છે તે ઉપરાંત ઉધારી બંધ કરવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો. ઉધાર વાળા ખાતા કે ડેબિટર્સ પાસેથી પાંચ કોરા ચેક તથા પંપ અને ડેબિટર્સ વચ્ચે ઉધારીના કરાર નું ૧૦૦ રૂ. ના સ્ટેમ્પ પેપર્સ પર લખાણ કરવાનું રહેશે. ડેબિટર્સ દ્વારા આજુબાજુના અન્ય પંપનું નો ડ્યું સર્ટિફિકેટ કે પંપ દ્વારા માંગવામાં આવે તેનું એન ઓ સી રજુ કરવાનું રહેશે. બાયો ડિઝલ વાપરતા પહેલા તેની ગુણવતા તથા જવલન બિંદુની ખરાઈ કરવી ત્યારબાદ જ વાહન કે અન્ય કોઈ મશીનમાં ઉપયોગમાં લેવું નહીંતર એન્જિન ફેલ થઈ જશે સહિતના નિર્ણયો કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે પરમાણુ સહેલી ડો નીલમ ગોયલ દ્વારા ગ્રીન એનર્જી દ્વારા વિદ્યુત ઉત્પાદન વિશેષ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

(11:52 am IST)