Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મૂળી તાલુકાના સરાગામે સાઇકલ વિતરણ

વઢવાણ :  સરાગામે આવેલ મા અને ઉ.મા શાળા ખાતે શાળાના આચાર્ય કમલેશભાઇ કુણપરા શલૈષભાઇ ત્રિવેદી વિદ્યાર્થીઓ તેમજ વાલીમંડળની હાજરીમા શાળામા અભ્યાસ કરતીઙ્ગ સામાજીક અને આર્થિક પછાત અનુ.જાતિની ૪૭ જેટલી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામા આવતા ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારમાથી અપડાઉન કરતી વિદ્યાર્થીની ઓમા આનંદ ની લાગણી જન્મી હતી સરકારશ્રીની યોજનાનો લાભ વિદ્યાર્થીનીઓને સમયસર મળી રહે તે માટે શાળાના વહીવટી કર્મચારીઓ અને મહેન્દ્રસિહ ખુમાણે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમન સફળ બનાવવા મનસુખભાઇ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતીસાયકલ વિતરણની તસ્વીર.

(11:51 am IST)