Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગરમાં રાજપુતના ક્ષત્રિય સહિયર કલબ દ્વારા રાજયમંત્રી જાડેજાનું સન્માન કરાયું

જામનગરમાં આરોગ્યતંત્ર દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયું ઉજવાશે

જામનગર તા.૩૧: જામનગર જિલ્લાના રાજપુતાના ક્ષત્રિય સહિયર કલબ દ્વારા ટાઉનહોલ ખાતે રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે તેજસ્વી તારલાઓને ઈનામ તથા સન્માન પત્રો એનાયત કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચનમાં મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શિક્ષણ ઉપર ખાસ ભાર મુકવા સમાજના પ્રતિનિધીઓ તથા વિદ્યાર્થીના વાલી તથા વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી તથા સન્માન બદલ આભાર વ્યકત કરેલ હતો.

આ કાર્યક્રમને રાજપુતાના સહિયર કલબના પ્રમુખ મિનાબા સોઢા, ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા જાડેજા, સેક્રેટરી સરોજબા જાડેજા, કમિટીહેડ મિતાબા ઝાલા, ખુશ્બુબા ઝાલા તથા કમિટી મેમ્બર બહેનોએ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરાશે

 દર વર્ષે તા.૦૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશકિતકરણ પખવાડીયા ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના દરેક તાલુકા મથકે બેટી બચાવો બેટી પઢાઓઙ્ખ કાર્યક્રમનું આયોજન કરી ગેરકાયદેસર જાતિ પરિક્ષણ અટકાવવા તથા પીસી અને પીએનડીટી એકટ અંગે કાયદાકીય જાગૃતિ, સુકન્યા સમૃધ્ધિ યોજનાની જાણકારી, બેટી બચાવોના વ્યાખ્યાન તથા પ્રદર્શન દીકરીઓના સામાજિક મુલ્યમાં વૃધ્ધિ તથા મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા તથા એક દિકરી ધરાવતા દંપતીઓનુ સન્માન વગેરે વિષયોને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંગે જનજાગૃતિ આવે તે માટે સદ્યન પ્રયાસો હાથ ધરવામાં આવશે.

તદ્દઉપરાંત તા.૦૫/૦૮/૨૦૧૯ના દિવસે મહિલા આરોગ્ય દિવસ કાર્યક્રમનું દરેક તાલુકામાં સીએચસી, પીએચસી તથા અર્બન પીએચસી કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે સગર્ભા બહેનોને તપાસ/રસીકરણ, જોખમી માતાને રિફર/એનેમીયા અંગેની આર્યન સુક્રોઝની સારવાર, સોનોગ્રાફી તપાસ કરવામાં આવશે. તેમજ ૧૫ થી ૪૯ વર્ષની મહિલાને પેપ્સ સ્ક્રીનીંગ, ડાયાબીટીસ સ્ક્રીનીંગ, લોહીના દબાણની તપાસ,કેન્સરની તપાસ તથા એનસીડી લગત પોગ્રામ વિશે પણ માહિતી તથા સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરોકત કેમ્પમાં લાભાર્થીઓ માટે તેમને અનુકુળ સેવાઓ આપવાનું આયોજન કરેલ.

કરાર આધારિત કામગીરી માટે  કો-ઓર્ડીનેટરની જગ્યા ઉપર નિમણુંક

ગુજરાતના યુવાનોનુ સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ દ્વારા સ્વામી વિવેકાનંદ પરિક્ષા લક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ જામનગર જિલ્લા ખાતે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે ૩૦ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦/-ના ફિકસ વેતનથી સંરક્ષણદળ/પોલીસ /તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી અથવા કોઈપણ પ્રવાહમાં ગ્રેજયુએટની લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજી પત્રકો રોજગાર કચેરી, જામનગર ખાતેથી મેળવી અને સંપુર્ણ રીતે ભરી જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રોજગાર કચેરી જામનગર ખાતે તા.૧૨/૦૮/૨૦૧૯ સુધીમાં જમા કરાવવુ.

જી.જી.હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડોકટરોની સેવાનો લાભ

 સી.એમ.સેતુ યોજના અંતર્ગત જી.જી.હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલીસ્ટ/ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સેવા આપવાના છે. જેમાં ડો.જય શાહ ન્યુરોફીઝીસિયન સોમવાર, બુધવાર અને શુક્રવારે ૦૪ૅં૦૦ કલાકથી ૦૬ૅં૦૦ કલાક સુધી ઓ.પી.ડી. નં.૧૯માં સેવા આપશે ત્યારે જી.જી.સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા જામનગરની જનતાને આ ડોકટરનો લાભ લેવા જણાવાયુ છે.

(11:49 am IST)