Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગર મહાનગર યુવા ભાજપ દ્વારા કોલેજમાં સદસ્યતા અભિયાન હાથ ધરાયુ

જામનગર : યુવા ભાજપ સંગઠન પર્વ ૨૦૧૯ અંતર્ગત પ્રદેશ ભાજપની સુચના મુજબ શૈક્ષણિક સંસ્થાઓ સરકારી કોલેજ પોલીટેકનીક તથા આઇટીઆઇ ખાતે ખાસ સદસ્યતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં ૧૦૦૦થી વધુ નવા યુવા ભાઇઓ, બહેનોને ભાજપના ઓનલાઇન સદસ્ય બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા ભાજપ જામનગર મહાનગરના પ્રમુખ મનીષભાઇ કટારીયા, મહામંત્રી દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ વિરાણી, ઉપપ્રમુખ વિરલભાઇ બારડ, ભાવેશભાઇ ઠુંમર, મંત્રી મોહીતભાઇ મંગી, યતીનભાઇ પંડયા, લખનભાઇ ડાંગર, ચંદ્રસિંહ વાળા, દુષ્યંતભાઇ સોલંકી, વિમલભાઇ, ચિંતનભાઇ, રાજપાલભાઇ, વિજયરાજ, નિખીલભાઇ, દર્શનભાઇ, સાહિલભાઇ, સંદીપભાઇ, કરણભાઇ ઇન્ચાર્જ વિરલભાઇ બારડ તથા સહઇન્ચાર્જ ભાવેશભાઇ ઠુંમર અને યતીનભાઇ પંડયાએ જહેમત ઉઠાવી સફળ બનાવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:48 am IST)