Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગર જિલ્લામાં ર વર્ષમાં એકપણ નવા સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર નહી

વિધાનસભામાં રાઘવજીભાઇ પટેલની રજૂઆત બાદ નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી : સેવાસેતુના ૭૫ કાર્યક્રમો યોજાયા

જામનગર તા.૩૧ : ૭૭ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને તારાંકીત પ્રશ્ન પુછતા જણાવેલ કે રાજય સરકારે જામનગર જિલ્લામાં તા.૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ કેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવેલ છે અને ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ સેવાઓનો કેટલા દર્દીઓને લાભ આપવામાં આવેલ છે ? ના જવાબમાં મા.નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે રાજય સરકારે જામનગર જિલ્લામાં તા.૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ ૧૫ એમ્બ્યુલન્સ ફાળવેલ છે અને ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ સેવાઓને ૫૨,૬૧૯ દર્દીઓને લાભ અપાયેલ છે.

ઉપરાંત રાઘવજીભાઇ પટેલે પ્રશ્ન પુછતા જણાવેલ કે જામનગર જિલ્લામાં તા.૩૧-૫-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા નવા સામુહીક કેન્દ્રો મંજુર કરવામાં આવ્યા. ઉકત સ્થિતિએ વર્ષ ૨૦૧ ૧ ની વસ્તે પ્રમાણે કેટલા સામુહીક આરોગ્ય કેન્દ્ર મળવાપાત્ર છે તેની સામે કેટલા મંજુર કરાયા અને કેટલી ઘટ છે અને ઉકત ઘટ પુરી કરવા માટે સરકારનું આયોજન શુ છે ? જવાબમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે જામનગર જિલ્લામાં તા.૩૧-પ-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નવા સામુહીક કેન્દ્રો મંજુર કરવામાં આવ્યા નથી. વર્ષ ૨૦૧૧ની વસ્તી પ્રમાણે ૦૯ સામુહીક આરોગ્ય કેન્દ્રો મળવાપાત્ર છે અને તેની સામે ૦૯ મંજુર છે.

વધુમાં જણાવેલ કે ૨૦૧૮-૧૯ દરમિયાન જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ કાર્યક્રમ હેઠળ કેટલી સેવાઓ આવરી લેવાઇ. કેટલી અરજીઓ આવી અને કેટલી અરજીઓનો નિકાલ કરાયો અને કેટલી પડતર છે ? જવાબમાં માન. મુખ્યમંત્રીશ્રી (સામાન્ય વહીવટ) જણાવેલ કે ૨૦૧૮-૧૯ દરમિયાન જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ૭૫ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમ હેઠળ પપ સેવાઓ આવરી લેવામાં આવી. ૬૪૬૮૦ અરજીઓ આવી અને ૬૪૬૮૦ અરજીઓનો નિકાલ કરાયો એક પણ અરજી પડતર નથી તેવુ જણાવેલ.

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી છાત્ર સન્માન

રઘુવંશી સોશ્યલ ગૃપ જામનગર દ્વારા લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સતત ૩૦માં વર્ષે સન્માનીત કરવાનો કાર્યક્રમ સરસ્વતી સન્માન સમારોહ તા. ૪ ઓગષ્ટ રવિવારના રોજ સાંજે ૪ કલાકે ટાઉનહોલ ખાતે જ્ઞાતિના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો છે.

કાર્યક્રમમાં એલ.કે.જીથી ધોરણ ૮ સુધીના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાના નામનુ રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર સાંજે ૪ થી પ-૩૦ વાગ્યા સુધી કરાવવી લેવુ ધો. ૯ થી પીજી સુધી વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર ન હોય સીધા જ હોલમાં પ્રવેશ લઇ શકાશે. સમયસર ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણી, મંત્રી જીજ્ઞેશ સીમરીયા તથા પ્રોજેકટ ચેરમેન નિલેશ જીવરાજાનીની યાદીમાં જણાવાયુ છે.

સર્વજ્ઞાતિય સમુહલગ્ન

શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજીત દરમો સર્વજ્ઞાતિય વિનામુલ્યે ૧૫ નવદંપતીઓ સમુહલગ્ન તા.૧ ડિસેમ્બરે યોજાનાર છે.

સમુહલગ્નના ફોર્મ રોબર્ટભાઇ આચાર્ય ઓફીસનં.૨૫૦, ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, જામનગર મો. ૯૮૨૪૦ ૯૩૧૬૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(11:48 am IST)