Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જૂનાગઢમાં શ્રાવણ માસમાં રસ્તાઓ ઉપરના ખાડા બુરાવી દેવા માંગણી

જૂનાગઢ તા.૩૧ : શહેરમાં રસ્તાઓ ઉપર પડી ગયેલા ખાડાઓ દુરસ્ત કરવા બાબતે મહેન્દ્રભાઇ મશરૂએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે.

પવિત્ર શ્રાવણ માસ નજદીકમાં છે જૂનાગઢની મોટી હવેલી સહિત તમામ વૈષ્ણવ હવેલીઓમાં હિંડોળાના દર્શન શરૂ થઇ ગયેલ છે. તેમજ પવિત્ર શ્રાવણ માસમાં શહેરના તમામ શિવમંદિરો તથા તમામ સ્વામીનારાયણ મંદિરોમાં ભાવિકો મોટી સંખ્યામાં જતા હોય છે તેથી આ તમામ હવેલીઓ તેમજ મંદિરો તરફના રસ્તાઓમાં પડી ગયેલા ખાડાઓને ત્વરીત બુરાવી દેવા કાર્યવાહી હાથ પર લેવા માંગણી છે.

શહેરના તમામ નાના-મોટા રસ્તાઓ ઉપર તથા શહેરની ગલીઓમાં ખાડાઓ પડી ગયા હોય તે તપાસીને તમામે તમામ ખાડાઓ યોગ્ય મટીરીયલથી બુરાવી લેશો તેમજ વોર્ડનં.૧૧માં આવેલ ઘાંચી પટ વિસ્તારમાં આવેલ એક કાચા રસ્તા ઉપર ડાબી અને જમણી બાજુ બે મોટા ખાડાઓ પડી ગયા છે તે પણ ત્વરીત બુરાવી દેવા રજૂઆતમાં જણાવાયુ છે.

ધાધર - ખરજવાનો મફત નિદાન કેમ્પ

ફોર મેટ્રીકસ ફાર્માના સહયોગથી જે દર્દીને અનેક દવા કરાવા છતા ખરજવુ ધાધર વારંવાર થતી હોય તેવા દર્દીને ડો.હરેશ ચુગડીયા (ભુ.પુ.માનદ પ્રોફેસર) તરફથી મફત નિદાન કેમ્પમાં ડો.હરેશ ચુગડીયા દ્વારા આ બુધવારે તા.૩૧મીએ સાંજે પ થી ૭ સુધી પ્રાઇમ કલીનીક જે.બી.કોમ્પલેક્ષ બસસ્ટેન્ડ સામે શિવશકિત ટ્રાવેલ્સ પાસે ખાતે કરી આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

કોર્પોરેટર ઉપર હુમલાને વખોડયો

મહાનગરના વોર્ડનં.પ ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર રાકેશભાઇ ઉપર હુમલાના બનાવને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણીયે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માંગણી કરી છે.

જૂનાગઢ જીલ્લા નિવૃત પ્રાથમિક સંઘ

જૂનાગઢ જીલ્લા નિવૃત પ્રાથમિક સંઘની યાદી મુજબ ગાંધીનગર મુકામે ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળની મિટીંગ મળી હતી. આ મીટીંગમાં ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થયેલ હોય અને તેમને કેળવણી નિરીક્ષક તરીકે પ્રમોશન મળ્યુ હોય તેવા નિવૃત શિક્ષકોને કલાસ-ર નું વેતન મળવું જોઇએ પણ રાજય સરકારે શિક્ષકનું ગ્રેડ (પગાર) આવેલ છે. આથી નિવૃત શિક્ષકોને કલાસ-રનું વેતન મળવુ જોઇએ પણ રાજય સરકારે શિક્ષકનું ગ્રેડ (પગાર) આવેલ છે. આથી નિવૃત થયેલ પ્રમોશન શિક્ષકમાંથી નિવૃત કેળવણીને કલાસ-રનો પગાર મેળવવા માટે સરકારમાં રજૂઆત કરવા છતા રાજય સરકાર કલાસ-રનું પગાર ધોરણ નિવૃત કેળવણી નિરીક્ષકોના મળતા નામદાર કોર્ટમાં લડત અપાશે.

નિવૃત થયેલા કેળવણી નિરીક્ષકોએ દિવસ ૧૫માં જૂનાગઢ જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘની ઓફીસે આવી ફોર્મ ભરી જવા બીજા મંડળોની જાહેરાતમાં આવી ભરમાઇ જવુ નહી તેમ યાદીમાં જણાવાયુ છે.

પ્રોફ.અલ્કાબેન પંડયાને પીએચડીની ડીગ્રી

જૂનાગઢની ડો.સુભાષ બીએડ સેલ્ફ ફાયનાન્સ કોલેજના પ્રોફેસર અલ્કાબેન પંડયાએ શિક્ષણ વિદ્યાશાખામાં શિક્ષક પ્રશિક્ષણ મહાવિદ્યાલયોના પ્રશિક્ષકોના જ્ઞાન સંચાલન અભિગમનો અભ્યાસ પર રાજકોટના પ્રોફેસર ડો.એચ.ઓ.જોષીના માર્ગદર્શન હેઠળ પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.

(11:48 am IST)