Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કેશવ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી અને સતવારા સમાજ માણાવદર દ્વારા શહીદ ગોરધનભાઇ ચૌહાણની પપમી પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૩૧ : ગુજરાત જનસંઘના પ્રથમ શહિદવીર, માણાવદર શહેર સુધરાઈના ઉપસભાપતિ અને સતવારા સમાજ માણાવદરના આગેવાન શહીદ ગોરધનભાઈ ચૈાહાણની ૫૫મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ઘાજંલી કાર્યક્રમ માણાવદર ખાતે યોજાયો હતો. કેશવ કો ઓપ. ક્રેડીટ  સોસાયટી અને સતવારા સમાજ માણાવદર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. માણાવદરના લોકલાડીલા નેતા અને આગેવાન શહીદ ગોરધનભાઈ ચૈાહાણની પુણ્યતિથિ કાર્યક્રમમાં મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે શહીદવીર ગોરધનભાઈ ચૈાહાણને રમેશભાઈ નકુમ, વલ્ભભાઈ પરમાર, જૂનાગઢ સમસ્ત સતવારા સમાજના શ્રીપ્રભુદાસભાઈ ડાભી, ભાજપ આગેવાન જયેન્દ્રભાઈ કુરાણી, હરસુખભાઈ ગરાળા, શ્રીમથુરભાઈ ત્રાંબકીયા, કેશવ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ચેરમેન છગનભાઈ પેથાણી, રામશીભાઈ ભેટારિયા, નરેન્દ્રભાઈ ભુત, નિતેષભાઈ નકુમ, વિનુભાઈ જાની  સહિતના એ શબ્દ દ્રારા  શ્રદ્ઘાજંલી અર્પણ કરી હતી. આ તકે સ્વાગત પ્રવચન ભીખુભાઈ પાંભરે કર્યું હતું જયારે શહીદ ગોરધનભાઈ ચૈાહાણને ફુલહાર તેમના પૈાત્ર  હિમાંશુભાઈ ચૈાહાણે કર્યું હતુ. કાર્યક્રમમાં સતવારા સમાજ માણાવદર દ્વારા  કેબીનેટ મંત્રીશ્રી પ્રવાસન અને મત્સ્યોધોગ  જવાહરભાઈ ચાવડા અને પોરબંદર મતવિસ્તારના સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુકનું સમાજશ્રેષ્ઠીઓએ શાલ અને પુષ્પ વડે સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં માણાવદરનાં પ્રબુધ્ધ નગરનજનો  ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)