Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જૂનાગઢનાં ABVP ના પ્રમુખપદે અજય ટી ટા તથા મંત્રી તરીકે જીત મંધાની ની નિયુકિત

જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયોઃ પોરબંદર, ગીર-સોમનાથ, વીસાવદર,ગડુ શહેરના પ્રમુખ-મંત્રીની નિમણૂક

જૂનાગઢ,તા.૩૦: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ જિલ્લાનો 'અભ્યાસ વર્ગ' યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ,ગીર-સોમનાથ, પોરબંદર જિલ્લા ના કુલ મળીને ૧૨૦ થી વધુ વિદ્યાર્થી કાર્યકર્તા ભાઇઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અભ્યાસ વર્ગ બાદ જૂનાગઢ, પોરબંદર, કોડીનાર ગીર-સોમનાથ શહેરઓની પ્રમુખ, મંત્રી સહિતની નિમણુક કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લા અભાવિપનો અભ્યાસ વર્ગ યોજાયો હતો.જેમાં વિવિધ શહેરની કારોબારી જાહેર કરવામાં આવી  હતી જેમાં નગર અધ્યક્ષ તરીકે અજયભાઇ સી.ટાટા, નગર ઉપાધ્યક્ષ તરીકે નિકુજભાઇ રાવલ, પ્રફુલભાઇ કાંજીયા, નગર મંત્રી તરીકે જીતભાઇ મંધાની, સહ મંત્રી તરીકે જયદીપભાઇ જેઠવા, કાર્યાલય મંત્રી તરીકે જયભાઇ નિમાવત SFS પ્રમુખ તરીકે યશભાઇ પરમાર ,છાત્રા પ્રમુખ તરીકે બિનલબેન તેમજ છાત્રા સહ -પ્રમુખ તરીકે ખુશ્બુબેન , જિલ્લા સહ સંયોજક તરીકે પાર્થભાઇ મહેતા ની નિયુકત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યાલય મંત્રી ની યાદીમાં જણાવાયુંછે.(

(11:46 am IST)