Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ઓખા મંડળ દલિત સમાજ દ્વારા મીઠાપુર પોલીસને આવેદન

હાલનો સમય પહેલા કરતા વધુ ડીજીટલ બન્યો છે અને તેમાં પણ મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ વધ્યો છે ત્યારે એમ કહેવામાં જરાયે અતિશયોકિત નહી કહેવાય કે આનો ઉપયોગ કરતા દુરૂપયોગ વધારે પ્રમાણમાં રહ્યો છે અને કોઈ પણ વ્યકિત આ ઈન્ટરનેટના ઉપયોગથી કોઈપણ સમાજ તથા કોઈપણ જ્ઞાતિ વિશે જેમ લખવુ હોય તેમ લખે છે અને આવા દાખલાઓ અવારનવાર પ્રકાશમાં આવ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો ઓખા મંડળ તાલુકાના મીઠાપુર ગામે જોવા મળ્યો છે કે જેમાં આંબેડકર વિશે અને તેમના પરિવાર વિશે લખી સમગ્ર દલિત સમાજને ટાર્ગેટ કર્યો છે. આ બનાવની જાણ થતા ઓખા મંડળ દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને આવા અજાણ્યા શખ્સને જ્યાં હોય ત્યાંથી પકડી પાડી તેને યોગ્ય સજા આપી એક દાખલો બેસાડવા કે જેથી ફરી કોઈપણ વ્યકિત કોઈપણ સમાજ કે જ્ઞાતિ વિરૂદ્ધ કોઈ અભદ્ર ટીકા ટીપ્પણી ન કરે તે હેતુથી અને આ બનાવની એફઆઈઆર બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે એક આવેદનપત્ર મીઠાપુર પોલીસને સુપ્રત કર્યુ હતું. આ ઉપરાંત આગેવાનો દ્વારા સરકારશ્રીને પણ આવું બીજીવાર ના બને તથા કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તે જોવા અને અસરકારક પગલા પોલીસ દ્વારા લેવાય તેવી માંગણી કરાઈ હતી. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:45 am IST)