Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ચોમાસામાં થાંભલાના શોકથી બચાવવા થાંભલામાં પી.વી.સી કવરથી રક્ષણ કરાયા

હળવદમાં લોટરી કલબ દ્વારા

હળવદઃઙ્ગતા.૩૧, અવારનવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના હિસાબે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા છે.

ખાસ કરીને સ્કૂલે આવતા જતા બાળકો માટે તેમજ થાંભલાની બાજુ માંથી પસાર થતા લોકો માટે પણ આ પોલ ખુબ જોખમી છે.આ બાબતની ગંભીરતા લઇને રોટરી દ્વારા આ પાઇપ ફિટિંગનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ શહેરની આખી મેંઇન બજારમાં થાંભલાને આ રીતેજ સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા હતા.

આ વખતે સ્કૂલની આજુબાજુ માં આવતા પોલ ઉપર પ્રોટેકશન કવર લગાવાનું શરૂ કરેલ છે.

 આ પ્રોજેકટને સેક્રેટરી સન્ની ત્રિવેદી, કલ્પેશ દવે, મિતેષ મુંજપરા, મિતેષ પટેલ, જય પુજારા અને યશરાજ રાણાએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

(11:42 am IST)