Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કોટાડા સાંગાણીના વડીયામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

કોટડા સાંગાણી તા ૩૧ :  કોટડા સાંગાણીના વડીયા ગામે તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

તાલુકાના વડિયા મુકામે ક્ષત્રીય રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દિપ પ્રાગટય અને આરતીથી કાર્યક્રમની શરૂઆાત કરાઇ હતી, ત્યારબાદ અગ્રણીઓના પ્રવચન બાદ મહાનુભાવોના હસ્તે તાલુકાભરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંચનાથ દશનામ જુના અખાડા કાશીના ઇન્દ્ર ભારતીબાપુ તેમજ સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ કાર્યક્રમ અમલીકરણ સમીતીના અધ્યક્ષ આઇ. કે જાડેજા સહીતનાઓ સમાજના મહાનુભાવો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા.

(11:46 am IST)