Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

નેશનલ કમિશન બીલના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છનુ સમર્થન

રાજકોટ તા.૩૧: નેશનલ કમિશન બીલના વિરોધમા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમા સૌરાષ્ટ્ર-કચ્છનુ સમર્થન છે અને તબીબો હડતાલમાં જોડાયા છે.

ભાવનગર

ભાવનગરઃ નેશનલ કમિશન બીલના વિરોધમાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગર જીલ્લાના તબીબો પણ જોડાયા હતા અને આઇએમએના તબીબોએ હોસ્પીટલ દવાખાના બંધ રાખ્યા હતા.

સરકારના નેશનલ કમિશન બિલ સામે તબીબોની લડત ચાલુ છે. આજે બુધવારે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા આ બિલના વિરોધમાં હડતાલનું એલાન આપવામાં આવેલ જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના આઇએમએના ૫૫૦ થી વધુ તબીબોએ ૨૪ કલાક માટે હોસ્પીટલ દવાખાના બંધ રાખી હડતાલમાં જોડાયા હતા. જોકે હડતાલ દરમ્યાન દર્દીઓ તથા તેમના સગા-સંબંધીઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ ઇમરજન્સી સેવા શરૂ રાખવામાં આવી હતી.

(11:40 am IST)