Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગારીયાધાર પોસ્ટ ઓફીસ દ્વારા ગ્રાહકને ૧૯૮૩ની સાલનો ચેક બનાવીને પધરાવ્યો

ફીકસ ડીપોઝીટના નાણા પાકી જતા ગ્રાહકે પૈસા લેતા તારીખમાં લોચા માર્યા

ગારીયાધાર પોસ્ટ ઓફીસના ચેક ગ્રાહકને તેમણે પોસ્ટમાં મુકેલી રકમનો પાકતી મુદતનો રૂ.૬૦ હજારનો ચેક આપ્યો પરંતુ એકમાં સાલ ૧૯૮૩ની નાખી દેતા એક તરફ રમુજ સાથે આશ્ચર્ય ફેલાયુ છે. જયારે બીજી તરફ પોસ્ટના જવાબદાર કર્મચારીની કામમાં બેદરકારીની ટીકા પણ થઇ રહી છે. તસ્વીરમાં ૧૯૮૩ની સાલ લખીને આપેલ ચેક નજરે પડે છે.

ગારીયાધાર તા.૩૧ : ગારીયાધાર પોસ્ટ ઓફીસના કર્મચારી અને અધિકારીની બેદરકારીના કારણે ગ્રાહકોને ૫૦૦ કીમી સુધીના ધરમના ધકકા ખવડાવાય છે. જેમાં પણ ચેક બનાવનાર અને સહી કરનાર અધિકારીની બેદરકારી છતી થવા પામી છે.

ગારીયાધાર પોસ્ટ ઓફીસમાં ભાવેશભાઇ કનુભાઇ નાકરાણી દ્વારા ફીકસ ડીપોઝીટ રકમ પાકી જતા પોસ્ટ ઓફીસના કર્મચારી અને અધિકારી દ્વારા રૂ. ૬૦૦૦૦ ની પાકતી રકમનો ચેક અપાયો જે ચેક તા.૧૫-૭-૧૯૮૩ની તારીખ નાખીને ગ્રાહકને પધરાવી દેવાયો હતો.

જે ગ્રાહક દ્વારા આ તેક તેના સુરત ખાતેના એકાઉન્ટમાં જમા કરાવતા બીજી બેંક દ્વારા પરત કરાતા ગ્રાહકને ૫૦૦ કીમીનો ધરમનો ધકકો ખાવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ પોસ્ટ માસ્ટરને આ ગંભીર ભૂલો બાબતે પુછતા તેઓ હાજર ન હોવાનો નનૈયો ધુણાવ્યો હતો અને કર્મચારીઓ એકબીજાની ભુલો કાઢીને માછલા નાખી રહ્યા હતા.

(11:40 am IST)