Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગઢડાના ટાટમ ગામે જુગાર રમતા ૮ ઝબ્બે

ભાવનગર, તા.૩૧: બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાના  જીલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે મુજબ એલ.સી.બી. બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી તથા એલ.સી.બી. સ્ટાફના હે.કો. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ તથા હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા પો.કોન્સ. અશોકભાઇ રામજીભાઇ બાવળીયા તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ ધરજીયાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. બળભદ્રસિંહ તથા પો.કો. અશોકભાઇને મળેલ સંયુકત બાતમી હકિકત ગઢડા તાલુકાના ટાટમ ગામે પીપળીયા ગામ જવાના રસ્તે, બાપા સીતારામ ની મઢુલી પાસે જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા (૧) સંજયભાઇ હરેશભાઇ જાડા તથા (૨) મહેશભાઇ ડાયાભાઇ જીડીયા તથા (૩) પ્રકાશભાઇ રણછોડભાઇ જીડીયા (૪) વિજયભાઇ હેમુભાઇ જાડા (૫) રામજીભાઇ વિનુભાઇ બાવળીયા (૬) જગદીશભાઇ ઉર્ફે જગો જીણાભાઇ જીડીયા (૭) ચંદુભાલ લાખાભાઇ ધાધરેટીયા (૮) હરેશભાઇ ધીરુભાઇ જીડીયા રહે. તમામ ટાટમ ગામ વાળા રોકડા રૂપીયા ૩૦૯૫૦/- તથા જુગારના સાહીત્ય સાથે મળી આવતા તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાયેદસરની કાર્યવાહી કરવા ગઢડા પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ આ ગુન્હાની આગળની તપાસ એલ.સી.બી. શાખાના હે.કો. રામેદેવસિંહ હરીસિંહ ચાવડા ચલાવે છે.

(11:39 am IST)