Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

તળાજામાં બીમારીએ લીધો ભરડો

તળાજા, તા.૩૧: તળાજા વાસીઓને ઋતુ અને પાણી જન્ય રોગચાળા એ ભરડામાં લીધાછે.આરોગ્ય વિભાગ દ્યેરદ્યેર ફરીને રોગચાળા ને કાબુમાં રાખવામાટે પ્રયાસો કરી રહેલ છે તેમ છતાંય રોગચાળો બમણો થયો છે. જેના માટે લોકોએ જાતેજ સાવચેતીના પગલાં ભરવા રહ્યા તેમ સરકારી હોસ્પિટલના તબીબ નું કહેવું છે.

તળાજા સરકારી હોસ્પિટલના સેવાભાવી ડોકટર પારસ પનોત પાસેથી મળતી વિગતો અનુસાર છે્લલા ત્રણેક દિવસ થી વરસાદી અને ધાબડીયા વાતાવરણ વચ્ચે દર્દીઓની સંખ્યા માં દોઢ થી બે ગણો વધારો થયો છે.દરરોજ ઓપીડી ની સંખ્યા સરેરાશ દોઢસો થી બસો રહેતી તેના બદલે ત્રણસો થી સાડી ત્રણસો સંખ્યા થઈ રહી છે. એ ઉપરાંત ઇન્ડોર પેશન્ટ માં પણ વધારો થયો છે.

સૌથી વધી ઝાડા ઉલટી અને શરદી ઉધરસ ના દર્દીઓ નોંધાયેલ છે.પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળો મો ફાડી રહયી છે. જેમાં ટાયફોડ સાથે વાયરલ તાવ ના દર્દીઓનો વધારો છે. વાયરલ તાવમાં સાંધાના દુખાવા, પગ કળ્યા કરે તેવી ફરિયાદ દર્દીઓ કરી રહ્યા છે.

તળાજાની આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય દિપક વાઢેર ના જણાવ્યા પ્રમાણે સરેરાશ ૧૦૦ ના બદલે ૨૦૦ ની ઓપીડી થઈ ગઈ છે. ઋતુ અને રોગચાળાને લઈ આગામી દિવસોમાં ઉકાળા નું વિતરણ કરવામાં આવશે. લોકો સ્વંય પરેજી પાળે તેમાં ઉકાળેલું સુંઠવાળું પાણી પીવું જોઈએ. અઠવાડિયા માં એક વખત ઉપવાસ કરવો જોઈએ. ભૂખ કરતા ઓછો ખોરાક અને લીલા શાકભાજી પચવામાં ભારે પડતા હોય આ સમયમાં આથી કઠોળ નો ઉપયોગ વધુ કરવો જોઈએ. જોકે ગલકા તુરીયા જેવા શાકભાજી લઈ શકાય. એ ઉપરાંત દ્યરમાં ગાયનું છાણ, આકડાના સૂકા લાકડા અને ગાયનું દ્યી નાખી હવન ધૂપ કરવાથી માંદગી ફેલાતી અટકશે.

(11:37 am IST)