Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ઉનાના વાંસોજમાં ગ્રા.પં. દ્વારા પ્લોટ ન અપાતા ઉપવાસ : આત્મવિલોપનની ચીમકી

ઉના, તા. ૩૧ : તાલુકાના વાંસોજ ગામની મહિલાને મળેલ પ્લોટનો કબ્જો ન અપાતા તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે અને ટેકામાં ૭ લોકો જોડાયા છે. પ્લોટ ન મળે તો આત્મવિલોપનની ચીમકી અપાઇ છે.

વાંસોજ ગામે રહેતા ગંગાબેન જેઠાભાઇ ઝાલાએ ઉનાના પ્રાંત કચેરીને લેખીતમાં રજુઆત કરી છે કે તેમના પતિ જેઠાભાઇ ચનાભાઇ ઝાલાને ૧૯૭૩માં પુરૂષ નશબંધી કરાવેલ તે સ્કીમ માધ્યમથી કેન્દ્રસરકારની યોજના મુજબ ગ્રામ પંચાયત વાસોજે પ્લોટ ફાળવેલ હતો. સનદ પણ આપી હતી, પરંતુ કબજો ન મળતા પતિ અવસાન પામેલ હોય ગંગાબેને તાલુકા વિકાસ અધિકારીને પ્લોટનો કબ્જો અપાવવા પણ કરી. ઉપવાસ આંદોલન કરતા તાલુકા પંચાયત દ્વારા તલાટી તથા સર્કલને મોકલી કબ્જો આપવા કહેતા રૂબરૂ પંચ રોજ કામ કરી ગંગાબેનના પ્લોટ નં.૩ ઉપર પેશકદમી દબાણ થયેલ હોય આ પ્લોટ ઉપર અમુભાઇ વિજાણંદભાઇ ઝાલાએ ગે.કા. બદાણ કરેલ છે.

ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરી ફેર માપણી કરાઇ પછી પ્લોટનો કબ્જો આપી શકાય તેવો અભિપ્રાય તા. ૪-ર-૧૯ના આવેલ હતો. જેમાં પાંચ મહિના થવા છતાં ન પંચાયતે દબાણ દૂર કર્યું કે કબ્જો પણ ન સોંપતી અંતે કંટાળી જઇ પંચાયત કચેરી સામે ગંગાબેન જેઠાભાઇ ઝાલા રે. વાંસોજ વાળી મહિલા પ્લોટનો કબ્જો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રખાશે અને ન્યાય નહીં મળે તો તા.પં. કચેરી સામે આત્મવિલોપનની ચીમકી આપી છે.

મહિલાના ઉપવાસના ટેકામાં (૧) જેસીંગભાઇ શામજીભાઇ રાઠોડ (ર) શ્રદ્ધાબેન બારૈયા (૩) મંજુબેન હસમુખભાઇ ડાભી (પ) સીરીજ હસમુખભાઇ ડાભી (પ) ભીખાભાઇ મુળજીભાઇ ઝાલા (૬) ગીતાબેન શામજીભાઇ રાઠોડ ટેકામાં જોડાયા છે.

(11:37 am IST)